STORYMIRROR

Dashrathdan Gadhavi

Drama

3  

Dashrathdan Gadhavi

Drama

પિતા

પિતા

1 min
158

સંતાન કાજે દોડતા જોયા, 

એક પિતાને દિવસ-રાત,


એમના પ્રતાપેજ સંતાનો,

ભોજન જમે, વિધવિધ ભાત,


પિતાની રોજનીશીમાં નહીં, 

બાળકો વિનાનું કોઈ કાજ,


પોતે રખડ્યા ધોમધખતાં રણે,

અને સંતાનોને આપ્યા રાજ,


મા ભલે બહુ વ્હાલી 'દસુ'

પિતા પર પણ, બહુ નાજ. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama