STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational Others

3  

Dashrathdan Gadhavi

Inspirational Others

મારી કલમ

મારી કલમ

1 min
197

કંઈક કમાલ કરશે મારી કલમ,

બે ના ચાર કરશે મારી કલમ, 


એના થકી અંકિત શબ્દો સરસ, 

મન બાગ બાગ કરશે મારી કલમ, 


ના તોડશે, ના ઉજાડશે ઉપવન 

સર્જન વારંવાર કરશે મારી કલમ, 


હું ચારણ છું, સ્વયંભુ વેદ ઉચારણ,

એજ પારાવાર કરશે મારી કલમ, 


ના નિંદા, ના ઈર્ષ્યા, સૂરજ તણી, 

પ્રસંશા ભારોભાર કરશે મારી કલમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational