કદરદાન ક્યાં રહ્યાં
કદરદાન ક્યાં રહ્યાં
કદરદાન ક્યાં રહ્યાં, હવે કવિતા તણા,
વહેણ બદલાઈ ગયા છે, સરિતા તણા,
કાગડા બની બેઠા તારક, હવે જોઈ લો,
ત્યાં ક્યાંથી માન હોય, સારિકા તણા,
શીલ, સંતોષ અને કલાઓ તો હવે કયાંક,
બાકી ઠાઠ માઠ છે હવે, ગણિકા તણા,
પહેરે છે બગસરુ, હવે અહીં બધા,
મોહ નથી રહ્યાં હવે, રત્ન-મણિકા તણા,
હજારો મા કોક છે હવે, શબ્દ રસિકો,
બંધુ તમારા જેવા, કાવ્ય-કણિકા તણા.
