પિતા
પિતા
કઠોર હ્રદય હોવા છતાં મનમાં હોય કુમળી લાગણી
ઘરના વડીલ છે પિતા, પિતાજી પ્રત્યે મને લાગણી
લોકો કહે છે કે માતા પછી છે ભગવાનનું પ્રથમ સ્થાન
માતા પિતા મારા માટે સમાન, હ્રદયમાં છે લાગણી
બોલે ઓછું કામ કરે છે વધુ છતાં પણ નથી કોઈ કદર
પણ પિતા વગર સંતાન એકલા, હંમેશા હોય છે લાગણી.
