પિતા એટલે
પિતા એટલે
સચ્ચાઈ અને પ્રેમનો પર્યાય એટલે પિતા
સંસાર વૃક્ષની છાયા એટલે પિતા,
સંતાનનું નામ અને સરનામું એટલે પિતા
દીકરીની વિદાય વખતે રડી પડે તે પિતા,
સંતાનોનું અસ્તિત્વ એટલે પિતા
મોટી સમસ્યાનાં સલાહકાર એટલે પિતા,
ઘરનો તોતિંગ મોભ એટલે પિતા
સંયમની દીવાલ એટલે પિતા.
