STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

પિંજરુ

પિંજરુ

1 min
242

બંધ પિંજરામાં રહેવાનું દર્દ હવે સમજાય છે.   

 આઝાદી ઊડવાની કેવી હતી મજા હવે સમજાય છે,


 દરિયાના પાણીની જેમ મુક્ત બની વહેવાની,

 આકાશ ભણી ઉછળી નીચે પડી ફરી ફરી વહેવાની,

 પથ્થરથી ટકરાઈ પાછા ફરી સમુદ્ર ની લહેરોમાં ભળી જવાની મજા હવે સમજાય છે.                  

                                             

 મન બેચારુ કૈદ પીંજરામાં,

મુક્ત બની વિહરે 

ચારેકોર  અથડાઈ, ભટકાઈ ફરી પાછું આવે કૈદ થવા દિલડામાં                      

બંધ બારણે બેસી રહે ઉડયા કરે ખ્યાલોમાં  

દર્દ દિલનું અશ્રુનાં મોજા બની આંખોથી સરી પડે,

એ દર્દ નો એ અહેસાસ દિલને હવે સમજાય છે,       


કિનારે આવી બેઠું છે મૃદુલ મન આ,                

 મૃગજળમાં માછલા પકડવા મથે છે.                      

સંબંધોની લહેરો ક્ષણિક સ્પર્શી જાય હૃદયમાં.           

ફરી મન ભળી જાય સંસાર ની મોહમાયામાં.        

ફરી કૈદ થઈ જાય દેહ રુપી પિંજરામાં.         


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational