STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ફૂલની જેમ મહેકતી જાઉં છું

ફૂલની જેમ મહેકતી જાઉં છું

1 min
361

તારા અગાધ પ્રેમમાં હું ડૂબતી જાઉં છું.

અલબેલી સરિતાની જેમ હું વહેતી જાઉં છું.


મળ્યો તારો પવિત્ર પ્રેમ એવો મને !

જોને હું ફૂલની જેમ મહેકતી જાઉં છું !


કોણ જાણે કેવો જાદુ છે આ તારા પ્રેમમાં !

બસ પાગલ બની તારી પાછળ ભાગતી જાઉં છું.


તારા પ્રેમમાં હું હું મટી ને જાણે તું બની ગઈ !

મારા રોમે રોમમાં હું તને સમાવતી જાઉં છું.


મારા અસ્તિત્વને તો જાણે સાવ ભૂલી ગઈ,

બસ હું તો તારા જ રંગે રંગાતી જાઉં છું.


કેમ શોધું હું મને ? હું ખોવાઈ ગઈ કેવી તારામાં !

બસ મારી જાતમાં તને હું વસાવતી જાઉં છું.


તને યાદ કરવામાં ઈશ્વરને હું ભૂલી ગઈ,

તારા પ્રેમમાં ખુદાને હું પામતી જાઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance