ફૂલ નહિ પાંખડી બનીને
ફૂલ નહિ પાંખડી બનીને
ફૂલ નહિ પાંખડી બનીને મહેકવું છે,
પાણી નહિ ટીપું બનીને વરસવું છે,
હકીકતમાં નહિ તો સપનામાં તારી બનીને રહેવું છે,
રાધા નહિ તારી મીરાં બનીને રહેવું છે,
નથી વહેવું તારી આંખોમાંથી આંસુ બનીને
બની શકે તો તારા હોઠોમાં સ્મિત બની રહેવું છે.

