ફરિયાદ કરવાનું બંધ કર
ફરિયાદ કરવાનું બંધ કર
ફરિયાદ કરવાનું બંધ કર,
આ ઈશ્વરને રાવ કરવાનું બંધ કર,
શું નથી આપ્યું ઈશ્વરે તને,
શ્વાસોશ્વાસ રૂપી દૌલત આપી,
ઉપર વિશાળ આભ
ને નીચે માં ની ગોદ જેવી ધરા આપી છે,
હવા પાણી ને ખોરાક આપ્યા છે,
તંદુરસ્તી ભર્યું શરીર આપ્યું છે,
કોયડાઓને ઉકેલવા,
આ બુદ્ધિશાળી દિમાગ આપ્યું છે,
આમ નાની નાની સમસ્યાઓથી
પરેશાન થઈ ઈશ્વરને ફરિયાદ ના કર,
તારા જ કર્મો થકી મળે સુખ દુઃખ અહીં,
ઈશ્વરને દુઃખ માટે ફરિયાદ ના કર,
આમ વૃક્ષો કાપી,
તડકાની ફરિયાદ ના કર,
બીમારી લઈ આવે તારી જ ખાણી પીણી,
એના માટે ભાગ્ય ને કોસવાનું બંધ કર,
કંઈ નથી લઈ જવાનું અહીંંથી,
અહીંનું અહીં જ રહી જશે
સિકંદર પણ ગયો ખાલી હાથે,
તું પણ જઈશ,
આમ ધનના મદમાં ગરીબોને ધુત્કારવાનું બંધ કર,
મળી જે ક્ષણોની મહોલત સોનામહોર જેવી,
બસ એની કિંમત સમજી લે,
આજની ક્ષણોમાં જીવી લે,
આમ મતલબ વગરની ફરિયાદ ના કર.