ફોનબાઈ
ફોનબાઈ
તારી તો લાયમાં મારા વાગી ગયા બાર ફોનબાઇ,
સવારે ઉઠાય નઈ ને કોમ કરાય નઈ ફોનબાઇ,,
સવાર સવારમાં સૌને શુભ સવાર કહેતો,
એકે દાડો મારો સારો જાતોના ફોનબાઇ,
વો્સએપ ઇસ્ટા ટ્વીટર ગૂગલ નાખે ગુગલી,
એકે બોલના બેટમાં અડતો ફોનબાઇ,
તારા લીધે થઈ જિંદગી ધૂળ ધાણી,
રિચાર્જમાં અડધો પાકીટ ખાલી ફોનબાઈ,
નવરા નવરા બેઠા બેઠા નખ્ખોદ વાળી,
મારી આખી દુનિયા તારામાં ફોનબાઇ,
વાપરવામાં વિવેક પકડી જો વાપરશો તો,
બઉ સારી છે ગમશે તમને આ ફોન બાઈ.
