ફની છે, પણ હની છે
ફની છે, પણ હની છે
ફની છે, પણ હની છે,
રાશીને રમવા રાસ
ક્યાં જવું ખાસ ?
રાશી છે બાર
મેષ આપે સાથ,
ભાગ્યની દેવી સાથ આપે
નવી તક હાથમાં આપે,
પછી આવે વૃષભ...
દિવસ તો મધ્યમ રહે
પરિસ્થિતિ તરફેણમાં રહે,
મિથુનની વાત જુદી
પરિવાર સાથે આનંદ માણી,
કર્ક આપે ચેતવણી
સાવધાન રહો શત્રુઓથી,
સિંહનો શુભ દિવસ
ચિંતા ના કરો આજ દિવસ,
કન્યા હોય એ આગળ વધે
વાહન સુખ સારું રહે,
તુલામાં ઉત્સાહ વધુ
નવા કાર્યમાં લાભ વધુ,
મીઠી વાણી, સારું વર્તન
વૃશ્ચિકને આર્થિક મધ્યમ,
ધન તો પ્રગતિ કરે
કામકાજમાં સફળતા મળે,
ખર્ચ પર રાખો અંકુશ
મકર છે તો રાખો વધુ, (ખર્ચ ઓછો કરવો)
કુંભમાં શું શોધો ?
કાર્યમાં પ્રગતિ શોધો !
મીનનો પ્રગતિ દિવસ
ઠોસ કદમનો દિવસ.
