ફેરફુદૈ'ડી
ફેરફુદૈ'ડી
ભલે ન આવડે લખતા કક્કો, બારાખડી,
તો'ય અષ્ટમ્-પષ્ટમ્ લખુ કક્કો, બારાખડી.
મારા મનના ભાવો તો પણ પ્રદર્શિત કરૂ છુ,
મારી ભાષા ભણેલાઓને લાગે છે તોછડી.
પ્રસિધ્ધીની ઝંખનાની પગચંપી નથી કરવી,
જે કરે છે તે તો છે આખા મગની ખીચડી.
કાળા અક્ષરનું જ્ઞાન હોય, પણ ન હોય જેની પાસે,
સભ્યતા તેને કહેવાય છે પીએચડી.
અભણને પણ શરમાવે તેવા હોય છે તેમના,
વાણી-વર્તન, જીભ તો તેમની કાળી કુહાડી.
ખૂદની જાતને અભિમાનના મદમાં સમજે છે,
કવિ ને "અનુ"ઉત્તરો ફરે છે છાપામાં ફેરફુદૈ'ડી.
