ફેર નથી પડતો
ફેર નથી પડતો


ઘણી આસાનીથી એ જજબાત પોતાના છુપાવી લે છે,
એને જ્યારે ફેર પડે છે ત્યારે ફેર નથી પડતો કહી દે છે..
છે મીણ જેવો અંદરથી ને પથ્થર હોવાનો દાવો કરે છે,
કાંઈ ગુમાવવાથી એ ડરે ત્યારે ફેર નથી પડતો કહી દે છે..
એ પાગલ છુપાવી રાખવા માંગે છે આખી દુનિયાથી મને,
ને દિલ એ પોતાનું જ બાળે ત્યારે ફેર નથી પડતો કહી દે છે..
હું નારાજ થાવ જ્યારે ત્યારે પોતે પણ તૂટી જાય છે,
છતાં હોય ગુસ્સામાં ત્યારે ફેર નથી પડતો કહી દે છે.