પહેલો વરસાદ
પહેલો વરસાદ
મને પહેલાં વરસાદમાં પલળવું ગમે,
મને તારી સાથે એમ મળવું ગમે.
તારી આંખોમાં હોય સાત - દ્વારિકા ગામ,
એક તારું રટણ કૈંક તારું છે નામ.
મને કંચનજંઘાથી ખળખળવું ગમે,
મને તારી સાથે એમ મળવું ગમે.
મારી આંગળિયે ઓચિંતા સપના ફૂટેલાં,
વળી ઓસરિયે મોરલાના ટહૂકાં ઝીલેલાં.
મને તારા કાંઠેથી ઝળહળવું ગમે,
મને તારી સાથે એમ મળવું ગમે.

