પહેલી મુલાકાત
પહેલી મુલાકાત
પહેલી મુલાકાતમાં તે કરેલો
મદમસ્ત ઈશારો મેં દિલમાં અકબંધ રાખ્યો છે, મૌન થકી અણબોલાયેલી લાગણીઓને હૈયામાં તક્તિ રૂપે જડી છે.
દિલમાં યાદોનો સેતુ મજબૂત રાખ્યો છે,ક્યારેક ફરી મળશું તેવી આશારૂપી આગ ભિતરે
સળવળતી રાખી છે,
દિલના દ્વાર ભલે ને બંદ થઈ ગયા હોય,આપના દ્વારા અપાયેલું રોમાંચક આલિંગન
દિલના ખૂણામાં જીવંત રાખ્યું છે.
લાચારીના ધોરણ હેઠળ અનામ સંબંધ ભલે ને વિચ્છેદ
થયો હોય,પરંતુ આજીવન એકબીજા સાથે ઘરડા થવાના વાયદારૂપી સોગંદનામું હૈયે એમનેએમ જ કોતરી રાખ્યું છે.
એકબીજા સાથે ન રહ્યા તો
તો શું ખાટુ મોળુ થઈ ગયું, પરંતુ તારી ખુશીમાં ખુશ થવાનો હક
મેં એમ જ બરકરાર રાખ્યો છે.
આ વાતને તો દાયકા વિતી ગયા, પણ જીવન તને સમજી ન શકાય તેવો કોયડો ઉકેલવા માટે તૈયાર રાખ્યો છે.
મનની વાત કોને કહું, અંતરની ઊર્મીઓને વાચા આપતી ગઝલ માનસરૂપી કાગળે એમ ને એમ જ છપાવી રાખી છે.
પહેલી મુલાકાત સમયે કરેલી અછકલાઈ ભરી મસ્તીના સહારે પોતાની જાતને મરતાં મરતાં જીવાડી રાખી છે.

