" પહેલી મુલાકાત "
" પહેલી મુલાકાત "
એક પહેલી મુલાકાત, ને નજર મલી ગઈ.
આંખોથી આંખોમાં, વાત થઈ ગઈ,
આવી હતી શાદીમાં,એની દીદીના પ્રસંગે, એ પ્રસંગે અમારી, વાત થઈ ગઈ,
એક પહેલી મુલાકાતે, નજરો મળી ગઈ,
છૂટા કેશ ને પહેરી બનારસી સાડી,
પસંદ આવી ગઈ એ છોરી,
જોતાં જ મારી દીદી એ,
એની સાથે વાત કરી દીધી,
પ્રસંગ પતે એ, એના વતન ચાલી ગઈ, પછી દીદી એ, વાત શરૂ કરી દીધી, વર્ષ પછી જીજુએ, મુલાકાત ગોઠવી દીધી,
એક પહેલી મુલાકાતે, નજરો મળી ગઈ,
હા,એક પહેલી મુલાકાતે,
વાત બની ગઈ,

