પહેલી કમાઈ દે
પહેલી કમાઈ દે
બધાં હોય સાથે જ ગાઈ દે,
ભરીને મનને તું નચાઈ દે.
હજી હોય વિશ્વાસ ના તને,
તો ખોલીને દિલને મપાઈ દે.
હસાવું છે ઘરને, ફિકર નહીં,
જઈને તું સાચી સફાઈ દે.
હવે છોકરાં ના કંઇ માંગશે,
હસીને દિલેથી લપાઈ દે.
થશે આજ શાંતિ આખા ઘરને,
જા આજે પહેલી કમાઈ દે.