Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Inspirational

4  

LALIT PRAJAPATI

Inspirational

પહેલા કહી દઉં

પહેલા કહી દઉં

1 min
250


મને ખોટો ધારો એ પહેલા કહી દઉં,

થોડું જો વિચારો એ પહેલા કહી દઉં.


પ્રેમ સિવાય દુનિયામાં છે કામ ઘણાં,

તમે આંસુ સારો એ પહેલા કહી દઉં.


મજધારે છો ત્યાં સુધીજ હેમખેમ છો,

મળે જો કિનારો એ પહેલા કહી દઉં.


થયો હાશકારો તમને ઘર સમો પણ,

આ તો છે 'ઉતારો' એ પહેલા કહી દઉં.


બસ એક ભૂલની જ રાહ જોવાય છે,

કરો કોઈ ઈશારો એ પહેલા કહી દઉં.


દંભ, અહમ અને નિંદા વર્જિત છે, 

મારે ઘેર પધારો એ પહેલા કહી દઉં.


Rate this content
Log in