પહેચાન
પહેચાન


નાના મારા હાથ, મારે પહોંચવું આકાશ,
ઊંચે ઊંચે વાદળ સંગ કેમ કરવી વાત?
દૂર ગગનનું મેઘધનુષ ક્યાંથી આવે હાથ?
લઈ માંડું જો નિસરણી, ભરું આભ ને બાથ..
એક પગથિયું ચડું, ને કૂદાવી દઉં બીજું,
ત્રીજે,ચોથે, છઠઠે ને છેક ટોચે જઈને પહોંચું,
અહા! જાણે! અહી સાવ ક્ષિતિજની પાસ,
પોલું પોલું રૂ રૂપાળું ચમકે નભને દ્વાર,
સાવ કોરી વ્યોમ-પાટી લખું મારૂ નામ,
યાદ રાખીશ ને? હું ધરાનો નાનો બાળ..!