STORYMIRROR

Shital Desai

Drama

3  

Shital Desai

Drama

સૂર્યગ્રહણ વેળાએ

સૂર્યગ્રહણ વેળાએ

1 min
351

સૂરજ જેવો સૂરજ

સહુને બાળતો, પ્રજાળતો,

ત્રાહિમામ પોકાર પડાવતો,

મજાલ છે કોઈની ય

કે એની સામે આંખ ઉંચી કરીને

જોવાની ય હિંમત કરે?


ઠસ્સો તો જુઓ એનો,

સાત સાત અશ્વોની શાહી સવારી

ઝગમગે આકાશમાં

ને એના મુખ પર ઝગે

સર્વોપરીપણાનાં ગર્વનું તેજ..!


એનાં તેજે તપે વિશ્વ,

એની શક્તિએ ચાલે વિશ્વ,

પણ આ ચાંદ

સૂરજનાં ઉછીનાં તેજે વરસતો ચાંદ

આજ આમ અચાનક હિંમતબાજ બની ગયો..


સમગ્ર સામ્રાજ્યનાં સમ્રાટ

સૂરજની સામે આવી ઉભો રહી ગયો....!


અને છવાઈ ગયો

અંધારપટ આખીયે અવનિ પર

ક્ષણભરમાં..

પક્ષીઓનું મૌન

લોક સહુ અવાક,

જંપી ગયું પૂરું બ્રહ્માંડ,

જાણે થંભી ગયું ક્ષણભર,

ને ચાંદના મોં પર રેલાતું સ્મિત,

પથરાઈ ગયું આખી અવનિ પર..


ભલે ક્ષણભર જ

સૂરજને દિવસ છતાં,

ચૂપચાપ ડૂબી જાવું પડ્યું..


ચાંદ ઓ ચાંદ

ભલે તું રહ્યો સાવ સાધારણ સૈનિક

હું તો કહીશ

તું જ છે સાચો સૂરજ. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama