માણસ
માણસ
માણસ બદલી ગ્યો,ભાઈ,
માણસ બદલી ગ્યો...
માણસ નથી આ બાળ નાનું, રમતમાં મશગૂલ,
મોજમાં રાચે ખુદની, બબાલથી બધી દૂર,
ત્યાં ચાલુ થયા ચકરડા, એક પગથી ચડું,
નિશાળને પછી પરીક્ષાને એડમિશનનાં ભૂત,
હવાએ રમતો હાથ હવે કામમાં પડે અખૂટ,
પીસાતોને તોય હસતો, ઘર-સંસારમાં ડૂબ,
સીધો થયો સોટા જેવો, મનમાં એક ગરુર.
છેલ્લે પગલે પગ ડગમગે, તૂટ્યું એ ગરુર,
ટેકા વિના ચાલે નહીં ક્યાં ગયું એ ઝનૂન,
ઘટમાળનો અંત નહીં, ને એકલો કાં ઝૂરે?
અંતરમાં નિહાળ જરા,
થઈ જા ઝંઝટથી વિમુખ.
