STORYMIRROR

Ajit Chavda

Romance

3  

Ajit Chavda

Romance

પગથિયું

પગથિયું

1 min
13.9K


તમારા આગમનની રાહમાં નજર રાખી બેઠાં અમે,

કે પ્રેમ કેરી લાગણીના પ્રવાહમાં તણાઈ બેઠાં અમે,


અંતરના ઉંડાણમાંથી સૂરીલા તાર છેડી બેઠાં અમે,

કે પ્રેમ કેરું મીઠું મધુર સંગીત કાને ધરી બેઠાં અમે,


ઢળતી સંધ્યાએ તમારા દરશ કરી બેઠાં અમે,

કે તમારી સાથે અજાણતા પ્રેમ કરી બેઠાં અમે,


તમારી દરેક અદા પર પાગલ દિલ હારી બેઠાં અમે,

કે પ્રેમ પગથિયાં પર 'અજીજ' ડગલું ભરી બેઠાં અમે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance