પગરવ
પગરવ
આવ્યા તમે ને થઇ નવી શરૂઆત મારા જીવનની,
ખીલી નવી મૌસમ તમારા પગરવથી મારા જીવનમાં...
થયું મન બેબાકળું તમારા હલચલથી મારા જીવનની,
અલ્લડ અલગારી પણું હતું મારા જીવનમાં...
દુનિયાની દુનિયાદારીમાં બે થી થયા એક આપણે મુસાફરીમાં મારા જીવનની,
આંખના પલકારા સાથે બદલાઈ દુનિયા મારા જીવનમાં...
ખીલી ઉઠી વસંત તમારા પગરવથી મારા જીવનની,
વાસંતીફૂલ થઇ ખીલતી રોજ મારા જીવનમાં...
તમારા પગરવ પહેલા જ બંધાઈ જાય તાર મારા જીવનની,
જોડાયું બંધન શ્વાસોનું શ્વાસ સાથે મારા જીવનમાં...