મુખવટો
મુખવટો
કયારેક હું કોઈના રૂદનનું કારણ, ક્યારેક હું કોઈના હોઠનું સ્મિત બની જાવ છું.
ક્યારેક હું સંગીતનો સૂર,
ક્યારેક રંગીન નવરંગ બની જાવ છું.
કારણ કે મિત્રો હું એક કલાકાર છું.
ક્યારેક હું કોઈનો સાચો મિત્ર,
ક્યારેક હું કોઈનો વિશ્વાસ બની જાવ છું.
ક્યારેક હું કોઈના મનનો વહેમ, ક્યારેક હું કોઈના હૈયાનો પ્રેમ બની જાવ છું.
કારણ કે મિત્રો હું એક કલાકાર છું.
ક્યારેક હું કોઈના માટે અલંકાર, તો ક્યારેક હું કોઈના માટે તિરસ્કાર બની જાવ છું.
ક્યારેક હું કોઈ ના માટે બેકાર,
તો ક્યારેક હું કોઈ માટે સલાહકાર બની જાવ છું.
કારણ કે મિત્રો હું એક કલાકાર છું.
ક્યારેક હું ચોમાસે અમૃતકેરી વર્ષા,
ક્યારેક હું શિયાળે ઝાંકળબિંદુ બની જાવ છું.
ક્યારેક હું ઊગતા સૂર્યની સોનેરી કિરણો,
તો ક્યારેક હું સાંજે ગગન-ભૂમિકેરી ક્ષિતિજ બની જાવ છું.
કારણ કે મિત્રો હું એક કલાકાર છું.
જીવન કેરા નાટકમાં હું અનેક મુખવટો પહેરુ છું.
ક્યારેક હું મિત્ર, ક્યારેક પ્રેમી, ક્યારેક રંક, તો ક્યારેક રાજા બની જાવ છું.
