પ્રેમ
પ્રેમ

1 min

835
નજરોથી નજરને પીવા દે,
નશો પ્રેમનો ચઢવા દે.
અધરોથી અધર મળે ભલે,
જામ પ્રેમના, છલકાવા દે.
શ્વાસોની મીઠી સરગમને,
પ્રેમનું ગુંજન કરવા દે.
ધબકતા અમ હૈયાને,
એકબીજામાં ઢળવા દે.
ઉછળતા તુજ સાગરમાં,
મુજ હેત સરિતા વહેવા દે.
તરસતી આ ધરતી પર,
તું પ્રેમ વર્ષા વરસવા દે.
બંધનો તોડી દે સઘળા,
મને ખૂલી હવામાં ખિલવા દે.
રાહ જૂએ પેલી રાત ચાંદની,
બસ, સમી સાંજને ઢળવા દે.