STORYMIRROR

Pathik Tank

Drama Tragedy

4  

Pathik Tank

Drama Tragedy

અહમ

અહમ

1 min
532

બીજાના વાંક કાઢવામાં વાળ ઉતરી ગયા,

ખુદ ના વખાણમાં સ્વભાવ કોતરી ગયા,


લાગણીનાં કિરણો મનમાં ન રહ્યાં,

સંબંધોની દલીલમાં મોખરે રહ્યાં,


અહમનાં ડુંગર બહુ ફતેહ કર્યા,

જમીન પર ચાલતા જ ભૂલી ગયા,


અધૂરા અરમાનોનો દોષ લાદયો અંગત પર,

મોકળા મનથી કોઈને અપનાવતા ભૂલી ગયા,


વિચારોનાં મતભેદથી મનભેદ થવા લાગ્યા,

પ્રેમનાં વહેણમાં એકલા ડૂબવા લાગ્યા,


'તારું' અને 'મારૂ' ની આ લડતમાં પથિક,

કાંઈક 'આપણું' આપણે ગુમાવતા રહ્યાં !


Rate this content
Log in

Similar gujarati poem from Drama