તિરાડ
તિરાડ
સંકલ્પના બીજને મહેનતથી સિંચવા દેજે,
હવે તું ભર અંધારે દીવાને પ્રગટવા દેજે,
ઓલવાયું છે પ્રેમનું અજવાળું તારા ઘરમાં,
હવે તું વિશ્વાસને ફરીથી ઉગવા દેજે,
સંબંધની ચળવળમાં રૂંધાયું મન,
હવે તું શાંતિનું સુખ વહેવા દેજે,
ઉનાળાની ઋતુને વર્ષો વીતી ગયા,
હવે મન ભરીને મેઘ વરસવા દેજે,
બારણાં ખખડાવ્યા કંઇક અંગતનાં,
હવે તું મન મૂકીને રડવા દેજે,
નયનથી વરસે છે વિરહના રુદન,
હવે સ્મિત બનીને હૈયું ઠરવા દેજે,
તિરાડ પડી છે જીવનનાં દરિયામાં,
હવે તું મને મધદરિયે જ રહેવા દેજે,
અગણિત પડકાર છે જીવનમાં 'પથિક',
હવે તું હિમ્મતને અંકબંધ રહેવા દેજે !
