ચિંતા ના કર
ચિંતા ના કર
થાય ગરમી તો થવા દે, તું પસીનાની ચિંતા ના કર
ઉગાવા નથી વૃક્ષો તારે, તું પાર્કિંગની ચિંતા ના કર
નાનો હતો તો ફરતો ભર બપોરે, હવે તાપના બહાના ના કર
આભના પ્રકોપે ધરતી શેકાય, એસી માં બેસી તું પર્યાવરણની વાતો ના કર
જાય ઓફિસે એકલો તોય મોટર કાર લઇ જાય, પ્રદુષણની વાતો તું ના કર
લાગે તને ખૂબ જ ગરમી તો એક ઝાડવું વાવી તું જો, ફેસબુક પર ગ્લોબલ વોર્મિંગ પર ચર્ચા તું ના કર
મજૂરોને ક્યારે ગરમી નડતી નથી, તું આલીશાન બંગલામાં રહી ને રડ્યા ના કર
થાય ગરમી તો થવા દે, તું પસીનાની ચિંતા ના કર
