STORYMIRROR

Pathik Tank

Inspirational Others

3  

Pathik Tank

Inspirational Others

પ્રભુ તને યાદ

પ્રભુ તને યાદ

1 min
13.5K


ડુંગરના ક્ષિતિજથી આથમતી સાંજનો નવશેકો તડકો

આથમતા ગુલાબ પર અંધકાર પછીનો ભેજનો ટપકો


રળિયામણું લાગે મારી પ્રકૃતિનું મનમોહક સર્જન

અહંની ઊંચાઈનું થાય છે કરુણાથી પતન


નિશાળની યાદથી આંખોની કિનારીઓ ભીની થઈ

વીતેલા ક્ષણોનું મનન કરી ઝીંદગી ફરી જીવાઈ ગઇ


ઊંચાઈ પર પહોંચવા કોણ જાણે કેટલા નીચા નમી ગયા

માણસાઈના એક પગલા સામે બાધા ધર્મો ખરી પડ્યા


આખા દિવસ પછી હરખનો એ આંસુ ઓશિકા પર પડે છે

તું સાથે છે મારે એનો એહસાસ કરાવે છે


ભવિષ્ય અને અતીતના સમનવયને વર્તમાન કહેવાય છે

પ્રભુ તને યાદ કર્યા વીના ક્યાં હવે રહેવાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational