ઇશ્વર નું જોડાણ
ઇશ્વર નું જોડાણ
1 min
438
એકલતાની ચઢાઈ પર તિરસ્કારનું ઝરણું વહ્યાં,
સંસ્કારના ધબકારાએ આપઘાતના નિર્ણય કર્યા,
સંબંધોના રક્ષણમાં સ્વમાનનું ભક્ષણ કર્યું,
મૂંગા રહ્યાં એ હોઠ જ્યારે વિશ્વાસે કતલ કર્યું,
ઢોંગ કરી અહંકારનો ભગવાનને ઢાલ બનાવ્યા,
બોલતા તો બોલી ગયા પણ માન ન જળવાયા,
સબંધના ત્રાજવા પર ન્યાયનું જ મહત્વ દેખાયું,
ઝગમગતા જીવનમાં એકલતાનું અંધારૂ છવાયું,
મારી હકીકતનું 'શાક' સ્વાદ અનુસાર પીરસાયું,
દુનિયાના લોકોનો ઘોંઘાટ મને સંભળાયું
લાગણીના વહેણમાં સમયનું પુલ મેં બનાવ્યું,
સળગતા સ્વભાવ સામે દલીલ નું રણ ત્યજી નાખ્યું
રાતના છેડા પર પ્રાર્થનાનું અંજવાળું દેખાયું,
મુસીબતોના વંટોળમાં ઇશ્વર નું જોડાણ સમજાયું.
