STORYMIRROR

Pathik Tank

Drama Tragedy

3  

Pathik Tank

Drama Tragedy

લાગણી

લાગણી

1 min
485

ધોધમાર પડી રહ્યો હતો વરસાદ,

પગરખાં કોરા જ રહી ગયા,


લાગણીએ કર્યો અદ્ભૂત સંવાદ,

કાળા મન મૂંગા જ રહી ગયા,


રૂંધાયો સંબંધ અને થયો વિખવાદ,

સત્ય અસત્યની વટમાં અધૂરા જ રહી ગયા,


જ્ઞાનીઓથી પણ અંત ન થયો વિવાદ,

ક્રોધની જ્વાળામાં પોતાના જ પારકા થઈ ગયા,


ગેરસમજની ગૂંચવણે કર્યો થનગનાટ,

અહમના અડચણોથી પોતે જ ઘૂંટાઈ ગયા,


પ્રેમની હેલીથી થઈ ગૂંગળામણ,

તિરસ્કારનાં ત્રાંજવામાં પોતે જ નમતા રહ્યાં,


મનગમતું થયું નહીં એટલે કર્યું ઉકળાટ,

ઇશ્વર સમું ભગવાનને દોષ આપતા રહ્યાં,


ધોધમાર પડી રહ્યો હતો વરસાદ,

પગરખાં કોરા જ રહી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama