હરિ તને
હરિ તને


છે નયન મારાં આતુર હરિ તને નીરખવાને.
છે કર્ણ મારા આતુર હરિ તને સાંભળવાને.
છું પ્યાસી પરમેશ જન્મોજન્મથી પામવાને,
છે ચરણ મારાં આતુર તુજ લગી પહોંચવાને.
છું દર્શન અભિલાષી હરિવર ઝંખતો સતત ને,
છે જિહ્વા મારી આતુર તુજ સ્તવન પોકારવાને.
છું વિખૂટો પડેલો જીવ તારાથી તને મળવાને,
છે હૃદય મારું આતુર હર ધબકારે નામ લેવાને.
છું વિરહાકુલ તને મેળવીને સર્વ સમર્પિત થવાને,
છે મન મારું આતુર તારા સાન્નિધ્યમાં હરખવાને.