તમને
તમને


શું શબ્દોથી આપું તમને ?
શું અર્થોથી પ્રાર્થું તમને?
વિચારો મારા તારા થકી,
શું સ્તવન હું કરું તમને ?
સઘળા પદાર્થો ભેટ તારી,
શું સામગ્રી હું ધરું તમને?
વસ્યો તું મુજ અંતરદ્વારે?
શું યાચનાથી સ્મરું તમને ?
ઉર ધબકારે અબ્ધિવાસી,
શું પછી હું કરગરું તમને ?