પદમણી
પદમણી
મારા ગુરૂ ચરણ એ પદ્મ,
એ ચરણોની રજ પદમણી રે...
આ સંસાર સકળ પથ્થર,
ને ગુરૂદેવ મારા પારસમણી રે...
એ રજ ચડાવું શીશ પર,
ને રાખું લગાડી હૈયા ભણી રે...
ગુરૂ મારા શુભ્ર સરોજ પર્ણ,
એ પદ રજ કણે કણ મણિ રે...
સ્પર્શ થતાં જ ગુરૂપદ રજ,
થયો હું પથ્થર કનક કણી રે...
ગુરૂએ દીધું જ્ઞાન પ્રેમ ને સત,
કરી રાંક પર કરૂણા ઘણી રે...
કરું નિત શ્વાસે ગુરૂ સ્મરણ,
છો હો સામે કાળ ચઢાવી ફણી રે..
