STORYMIRROR

Patel Padmaxi

Inspirational

4  

Patel Padmaxi

Inspirational

પડકાર

પડકાર

1 min
227

ઘરની ચાર દિવાલમાં ઘેરાયેલો ઘૂંઘટ,

બહાર નીકળતો થયો,

એક અલગ વિચારનો,

સાર નીકળતો થયો.


સળગી રહયાં 'તા જેની ભીતર,

જવાળામુખીઓ,

એ હોઠોમાંથી હવે,

અંગાર નીકળતો થયો.


સહન કરી 'તી જેણે યાતનાઓ,

પારાવાર પોતીકાની,

એના હાથોમાં સામનાનો,

જવાર નીકળતો થયો.


ચુપચાપ જે કાયા ખમી જાતી 'તી,

સઘળાંય પ્રહારો,

સ્વરક્ષણ કાજ તેનો,

પડકાર નીકળતો થયો.


ચલવી લેવું બીજાનું ને કરવું,

વર્તવું કહયા મૂજબ,

વિરોધના વંટોળ સમો,

યલગાર નીકળતો થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational