પૈસાનો ડુંગર
પૈસાનો ડુંગર
ના કરશો કોઈની સરખામણી પૈસા થકી,
વધુ પૈસાથી સ્વભાવથી ના જશો છકી..!
પોતાની મહેનતે કમાયેલ પૈસાની કાંઈ ઓર જ છે ખુમારી,
બાકી હરામના પૈસે તો વહોરવી જ
પડે છે ખુવારી...!
ના રાખશો વધુ પૈસાનો ઘમંડ,
એ તો લોભ લાલચ નામે રાક્ષક ચંડ-મુંડ..!
કોઈની ગરીબીની ના ઊડાવશો મજાક,
ભગવાનનાં ગુસ્સાનો બની જશો પળવારમાં ખોરાક..!
વાપરો તમારા પૈસા કોઈનાં ભલા માટે,
નહીંતર તમારા પૈસા જતા રહેશે ખોટા ઘાટે..!
