પાવન પગલી
પાવન પગલી


દેવના દીધેલા માંગીને લીધેલા,
મારી લાડકવાઈ આજ અમારા,
હૈયે સમાણી.\
ઈશ્વરનું અણમોલ સર્જન,
નિર્દોષ અને નિખાલસ,
આજ માતાપિતાનું હ્રદય ધબકે,
ચાલો એ ધબકારાને સૌ ઝીલી લઈએ.
આવ્યોછે અવસર અમ આંગણે આનંદનો,
મારુ આંગણું આજ પાવન થયુ,
મારી લાડલી દિકરીના આગમનથી,
આજ આનંદ આનંદ મારે ઘેર.
જન્મી આજ મારે ઘેર,
અમારી એક અંતરની ઈચ્છા થઈ પુર્ણ,
એની પગલીઓ જોઈ આનંદની,
અનુભૂતિ થાય...મારા હૈયે આનંદ ના સમાય,
ચૂંમી લીધી એની નાની પગલીઓ,
જાણે ઘરમાં લક્ષ્મીજી ના પાવન પગલાં..
આજ મળ્યુ જાણે જન્નતનુ સુખ,
એની પગલી જાણે માતાપિતાનુ હદય
પગલીની પાડનાર...
દિકરી મારી એક પારેવું,
દિકરી મારી કાળજા કેરો કટકો,
માતપિતાની લાડકવાયી,
કયારેક પરી તો કયારેક ઢીંગલી.
ક્યારેક મેશ્વા તો કયારેક મીની,
મનના ટોડલે ટહૂકતી કોયલડી,
એની પગલીમાં અમારુ ભવિષ્ય,
કયારે આ પગલી પા... પા...કરશે,
એની રાહે દાદા દાદી.