પાટે ચઢશે ગાડી
પાટે ચઢશે ગાડી


ખૂલશે લોકડાઉન તૂટશે બેડી.
પહેલાની જેમ ચઢશે પાટે ગાડી.
શરૂ થશે ફરી રસ્તાની રફ્તાર
ઇચ્છા બધી થાશે ઘોડે અસવાર
પહેલાની જેમ ચઢશે પાટે ગાડી
ખૂલશે સૌ મંદિર મિલના દ્વાર
શરૂ થશે લેતી- દેતીના વ્યાપાર.
પહેલાની જેમ ચઢશે પાટે ગાડી
બદલાશે નવયુગનો ફોટો,
'મારા તારા' નો ના થાશે ઝઘડો ખોટો
પહેલાની જેમ ચઢશે પાટે ગાડી.