STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

પાણીને પથરના ઘા

પાણીને પથરના ઘા

1 min
25.6K


જુદા પણાના વળગણને મેં છોડ્યું હશે,

સગપણના પ્રેમનાં પગરણ પડ્યાં હશે.


વળી જ્યારે બાર શાખ દ્વારને પૂછતી હશે,

કોઈના આગમન વિશેનાં કારણ મળ્યાં હશે.


તિર કામઠાંની ગરજ રાવણને પૂછતી હશે,

મારણના અણસાર, હરણને મળ્યા હશે.


જનમ મરણ બે છેડાનું અંતર ગણ્યું હશે,

આપલેનો ફરક જાગરણને ફળ્યો હશે.


ગાયોએ ચારાને ખુલ્લા મનથી ચાર્યું હશે,

ગોવાળિયાએ ગૌચરને ધણ સોપ્યું હશે.


શાંત જળનો વમળો ચકરાવે ચડ્યો હશે,

જ્યારે પાણીને પથરોના ગણ વગ્યા હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics