પાનખરની જેમ
પાનખરની જેમ
સોનેરી શમણાં ઓ તૂટે,
ને સૂરજ આથમે,
ઈચ્છાઓ મારી પરવારે,
ને આશાઓનો અંત થાય.
જીવન આખું મુરઝાઇ,
ને સાથે લાવે પાનખર.
વિરહ વેદના સંવેદના.
એક એક તૂટીને ખરે.
નિરાશાઓના વાદળ,
ઘેરાઈ આવે કાળા ડીબાંગ,
એક કાળનો અસ્ત થાય
ને એજ વિસર્જન,
સર્જે નવું સર્જન.
પાનખર એ વિષય નથી,
નિરાશા કે અસ્તનો,
એ તો ઉદય છે,
નવા સંચાર, નવું ઊર્જાનો.
નવું ચેતના, નવો પ્રકાશ,
નવી સોનેરી સવાર,
જીવનને ધબકતું મહકતું રાખવા,
ક્યારેક પાનખરની જેમ,
અસ્ત પણ થવું પડે છે