પાંખ
પાંખ
ચલ મન મસ્ત બનીને ઉડીએ,
કલ્પનાને તરંગ તો ચડીએ,
જોમ ન હો કાયા મહીં,
ક્યાં એની આપણને પડી અહીં,
ઉડી ઉડી નવ કદી પડીએ,
ચલ મન મસ્ત બનીને ઉડીએ.
આપણે તો ઉડવાની લીધી છે નેમ,
પણ પાંખ વિના ઉડવાનું કેમ ?
બની શબ્દ મુક્ત મને વિહરીએ,
ચલ મન મસ્ત બનીને ઉડીએ.
