Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dashrathdan Gadhavi

Inspirational

4  

Dashrathdan Gadhavi

Inspirational

પાંજરાનું જીવન આ

પાંજરાનું જીવન આ

1 min
262


પાંજરાનું જીવન આ, ખાવા ખાવા આવે

મુક્તિના માર્ગ મને કોણ બતાવે ....


ઉતંગ હિમાલય મને બોલાવે,

તાજ મિનાર મહોબત શોભાવે.

મન તો મીઠા સ્વપ્ન સજાવે,

મુક્તિના માર્ગ મને કોણ બતાવે..


શું આટલા માંજ ભમરડો થઈ ફરવો ?

ના, મારે તો ગગને વિહરવું

સુહાસ કાશ્મીરી, આજ લોભાવે.

મુક્તિના માર્ગ મને કોણ બતાવે..


આંટી નથી હું, ફીરકી તણી

દ્રષ્ટિ નથી માત્ર ચાર પાંચ ભણી

દુનિયાને મારી કોણ બનાવે,

મુક્તિના માર્ગ મને કોણ બતાવે..


બંધન નથી પસંદ, મુજને વાલા,

ના પંથ, ના વાડાબંધી..

ઘેટાં ચાલ હવે કોણ વિસરાવે,

મુક્તિના માર્ગ મને કોણ બતાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational