STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy Fantasy

3  

Kaushik Dave

Drama Tragedy Fantasy

પાલતું

પાલતું

1 min
215

જમાનો પણ એ હતો કે માણસ પર ભરોસો કરાતો હતો

સમય બદલાયો માણસ બદલાયો ને ભરોસો પણ બદલાયો,


જમાનો પણ એ હતો કે પાલતું પ્રાણી ગાય રહેતી હતી

ઘર આંગણે તો શેરીના કૂતરા પણ રોટલી ખાવા આવતા હતા,

હવે સમય બદલાયો, પાલતું જાનવર પણ બદલાઈ ગયા,


જ્યાં જુઓ ત્યાં બસ પાલતું પ્રાણીઓ કૂતરા અને બિલાડી છે 

કૂતરા હવે ઘર આંગણે નહીં પણ ઘરમાં આવી ગયા,


હા.. વફાદાર છે કૂતરા, પણ ઘરના વડીલો વૃદ્ધાશ્રમમાં આવી ગયા

ઘરઘરની કહાની ક્યા કહું અપની જુબાની, પસંદગીઓ બદલાઈ ગઈ,


કોઈ તો કહો એને કે પાલતું પ્રાણીઓ પાસેથી તો કંઈક શીખો !

ઘરના માબાપ તો આપણા ઘરમાં જ વ્યવસ્થિત જીવી શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama