Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

ઓલી છોકરી તને યાદ છે

ઓલી છોકરી તને યાદ છે

1 min
397


મોંઘી મહેલાત મૂકી મારે ફળિયે આવી છલકાતી

ઓલી છોકરી તને યાદ છે ?

કોયલડીના ટહુકા ભૂલાવતી એવી મલક મલકાતી

ઓલી છોકરી તને યાદ છે ?


 મૂખડું એનું જોતા જ હૈયે આનંદની હેલી ઉભરાતી

ઓલી છોકરી તને યાદ છે ?

રમત રમતમાં ઘર ઘર રમાડી, શમણાં દેખાડી થાતી રાતી, 

ઓલી છોકરી તને યાદ છે ?


મોસમનો પહેલો વરસાદ લઈ ભીંજવી સંગ એ ભીંજાતી

ઓલી છોકરી તને યાદ છે ? 

વીજળીના કડાકે ડરીને એતો સોડમાં આવી કઈ લપાતી,

ઓલી છોકરી તને યાદ છે ?


આંખ્યુમાં આંજી સાગરની મસ્તી એ હસતી હસાવતી

ઓલી છોકરી તને યાદ છે ?

હસતાં હસતાં એતો રિસાઈને વાતે વાતે પલપલીયાં પાડતી,

ઓલી છોકરી તને યાદ છે ?


આજ ક્યાં શોધું એને ? આવું છું કહીને અધૂરી રમતે ભાગી'તી,

ઓલી છોકરી તને યાદ છે ?

છબી એની યાદોમાં સાચવી રાખી, હૈયે વાત એની જ ચાલી'તી.

ઓલી છોકરી તને યાદ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance