Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

ઓ મદ ઘેલા

ઓ મદ ઘેલા

1 min
297


કીડીને ય તલવારથી મારે છે ?

ઓ મદ ઘેલા, તું કેવું પાપ આણે છે !

ખામીઓ તો તુજમાં ય હશે જ,

વાંક જોવાની આ કેવી રીત જાણે છે ! 

ઓ મદ ઘેલા...


જે તડપે છે એને જ તડપાવે છે ?

ઘણાં મન રીબાવીને કરવા શું ધારે છે !

કોક' દિ તારું ય હૈયું તડપશે જ,

પીડા દેવાની આ કેવી રમત માણે છે !

ઓ મદ ઘેલા...


અમથો એ દરિદ્ર ક્યાં અમીરી માંગે છે ?

ઠારવા અગ્નિ જઠરે, બટકું જ તો યાચે છે !

જાણે છે એ ખોટો નથી માંગણીથી,

સૃષ્ટિ થકી છે એને ય હક છતાં ભીખ માંગે છે !

ઓ મદ ઘેલા...


હું મોટો હું ઘણો લાયક કેમ એવું રટે છે ?

મોટો છે 'નાયક ' પ્રભુ, ક્યાં કદી એવું વદે છે !

અફાટ બ્રહ્માંડે નથી ટપકું ય છતાં,

રચનાકારની મૂરત તું મરજી મુજબ ઘડે છે ?

ઓ મદ ઘેલા...


સમજવાનું છે તારે ને તું જ એને સમજાવે છે ?

દાનપેટીમાં ધરી રૂપિયા તું એને મનાવે છે !

કર્મ કરીને સારાં, થશે એ રાજી જાણે છે,

ઢાંકીને તવ દોષો ખુદને સારામાં ખપાવે છે ?

ઓ મદ ઘેલા...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational