STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

ઓ મા મને યાદ

ઓ મા મને યાદ

1 min
137

સવારે ઊઠું ને મને બ્રશ તું પકડાવે

ગરમા-ગરમ રોજ નાસ્તો ખવડાવે

ઓ...મા મને યાદ તારી બહું બહું સતાવે...!


આંગળી પકડી મારી શાળામાં પહોંચાડે

હેતના વ્હાલપથી તું મને નવરાવે

ઓ...મા મને યાદ તારી બહું બહું સતાવે...!


દુનિયાની સામે મને જીવતા શીખવાડે

પ્રેમભર્યા હાલરડાંથી તું મને સુવડાવે

ઓ ...મા મને યાદ તારી બહું બહું સતાવે...!


માથે હાથ ફેરવી મારી ઊંઘ તું ઊડાડે

ડગલેને પગલે મને પ્રેરણા તું આપે

 ઓ...મા મને યાદ તારી બહું બહું સતાવે...!


રામાયણની વાતથી બોધપાઠ રોજ આપે

વાર્તા કહીને મારામાં સાહસ અપાવે

ઓ...મા મને યાદ તારી બહું બહું સતાવે...!


વ્હાલભર્યુ ચુંબન તું કપાળે લગાવે

આખી દુનિયાના દુઃખ તું વિસરાવે

 ઓ...મા મને યાદ તારી બહું બહું સતાવે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational