STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational Children

4  

Ajay Parker ' ભાવિ '

Inspirational Children

ઓ કુદરત

ઓ કુદરત

1 min
219

કેટલા કરું વખાણ તારા ઓ કુદરત તું છો સપ્તરંગ;

હરિયાળી ને નિરાળી આ સૃષ્ટિમાં ભર્યા કેટલા રંગ !


બીજમાં કર્યા વડ ને વડમાં મૂક્યા બીજ;

ઊંચા એટલા શિખર કીધા ને દરિયાના ઊંડા જળતરંગ,


ફણગો બની ફૂટી નીકળે ઝાડ, છોડને વેલાની સૃષ્ટિ;

સઘળી વનસ્પતિમાં ફળ, ફૂલ દીધાં રંગબેરંગ,


વિહગ ઊડે આકાશે ને મીન જળની માંહ્ય;

વિવિધ પીંછાંના તો એથીય તો અનેક રંગ, 


લોહી દીધા, દીધા પાછા શ્વાસ કીધા બહુ ઉપકાર;

સૂરજ કેરાં કિરણો ઢળે કાયમ જીવમાત્રની સંગ,


જીવ દીધા કીડીથી હાથી જેવા ખોરાકે ય એવા;

અવર્ણનીય છે ઓ કુદરત સઘળાં તારાં અંગેઅંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational