STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

નયનોમાં તસ્વીર

નયનોમાં તસ્વીર

1 min
159

તુજને નિરખ્યાં બાદ મારા મનને,

જરા પણ શાંતિ મળતી નથી,

દિન રાત હું યાદ કરૂં છું તુજને,

તારો ચહેરો નજરથી હટતો નથી,


ક્યારે મુલાકાત થાશે તારી મુજને,

ઠેકાણું તારૂં ક્યાંયથી જડતું નથી,

શહેરની ગલીયોંમાં હું શોધુ છુ તુજને,

સૂરત તારી મુજને દેખાતી નથી,


તારા મિલનની તડપ લાગી છે મુજને,

ક્યારે મિલન થાશે તેની ખબર નથી,

તારા પ્રેમની તરસ લાગી છે મુજને,

ક્યારે તરસ શમશે તેનો અંદાજ નથી,


તારી સુંદરતાનું આકર્ષણ છે મુજને,

સૂરત તારી કદીય ભૂલી શકતો નથી,

તારા નયનોમાં તસ્વીર જોઈને "મુરલી",

મુજને આયનામાં જોવું હવે ગમતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance