STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

નવતર કેડીઓ

નવતર કેડીઓ

1 min
273

નજર પડતાં જ ઊંચેરા આભે જઈ ચઢતી રહું;

ક્યાંક લીલેરા ઢાળે ધરા સંગાથ મસ્તીમાં ભમતી રહું !


નીજ જોઉં હું ચાંદનીને રાત્રી પ્રહર થઈ ચૂમી રહું;

ક્યાંક આંખોમાં નવલખ તારલાઓ સજાવી ફરતી રહું !


ભીંજેલ વાયરાઓ લખલૂંટ વરસે એને જોતી રહું;

ક્યાંક તરુવરની મધ મીઠેરી સોડમ ચોમેર પ્રસરાવી રહું !


ભીતર જાગેલ થનગનતો મોરલો બની નાચી રહું;

ક્યાંક અઢળક વરસે વહાલ ત્યાં નીજાનંદને ગોતી રહું !


બંધન સંસારે હવે તોડી ચૂપચાપ પ્રયાણ કરતી રહું;

ક્યાંક નવતર કેડીઓ બનાવી જીવતર વાટે અવિરત રહું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational