નવરાત્રી
નવરાત્રી
આસો સુદ એકમથી શરૂ થતી નવલી નવરાત્રી,
નવ-નવ દિ'ના નોરતાં, ફૂલડે સજાવેલી ગરબી,
માતાજીની ભક્તિ, પૂજા-અર્ચના ને રોજ ઉતરે આરતી,
ઉમંગ ન હૈયે સમાય, સોળે શણગાર સજી નીકળી,
ઢોલીના તાલે ગોરી નાચે, લેશે બે તાળી ને ત્રણ તાળી,
આઠમના નૈવેદ્ય, છપ્પન ભોગ ધરી કરે વિનંતી,
દાસ તારો દોડી આવે, ખમ્માયું કરજે ઓ 'મા' ડુંગરાવાળી,
બે હાથ જોડી ઊભો સામે, હેતે તું અમને નિરખજે માવડી.